Wednesday, 6 January 2016

                         સેવાકીયપ્રવૃતિઓ





તામીલનાડુના શ્રીવૈકુટમ નામના 20000ની વસ્તી ધરાવતા નાનકડા શહેરમાં કુમારકુરુપરા આર્ટસ કોલેજ નામની એક કોલેજ છે. આ કોલેજમાં લાઇબ્રેરીયન તરીકે કલ્યાણસુંદરમ કામ કરતા હતા જે હવે નિવૃત છે. કલ્યાણસુંદરમની ઉંમર અત્યારે 73 વર્ષની છે.
કલ્યાણસુંદરમ જ્યારે ખુબ નાના હતા ત્યારે એમના પિતાજીનું અવસાન થયેલું. માતાએ એમને કપરી પરીસ્થિતીમાં પણ ભણાવ્યા અને ગોલ્ડમેડલ સાથે એમણે લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યો. માતાએ દિકરાને માત્ર પુસ્તકીયુ જ્ઞાન આપવાને બદલે સંસ્કારનો અદભૂત વારસો પણ આપ્યો અને જરૂરીયાતમંદ લોકોની મદદ કરવા માટેની શીખ આપી.
કલ્યાણસુંદરમે 30 વર્ષ સુધી લાઇબ્રેરીયન તરીકે નોકરી કરી. આ ત્રીસ વર્ષ દરમ્યાન મળેલા પગારમાંથી એમણે એક નયોપૈસો પણ પોતાના માટે વાપર્યો નથી. પગારની જે રકમ મળે તે ઉપાડીને દર મહીને આ રકમમાંથી અનાથ અને જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે એ ખર્ચી નાંખતા હતા. પોતાનો ખર્ચો કાઢવા માટે પાર્ટટાઇમ બીજુ કામ કરતા અને મળતી રકમમાંથી એમનું ઘર ચાલતું જ્યારે પગારની બધી જ રકમ સેવામાં વાપરી નાંખતા.
જો લગ્ન કરે તો પરિવાર માટે રકમ વાપરવી પડે અને જરૂરીયાતમંદ બાલકોની સેવા બંધ થાય. આવુ ન બને એ માટે કલ્યાણસુંદરમે લગ્ન જ ન કર્યા. નિવૃતિ વખતે મળેલા 10 લાખ એણે શિક્ષણ સેવામાં આપી દીધા અને પેન્શનની રકમ પણ દર મહીને સેવામાં જ આપી દે છે. 73 વર્ષની ઉંમરે પોતાના જીવન નિર્વાહ માટે એ એક હોટેલમાં વેઇટર તરીકે કામ કરે છે અને ગુજારો કરે છે.
કલ્યાણસુંદરમને એમની આ સેવાકીયપ્રવૃતિઓ બદલ સમગ્ર વિશ્વમાંથી અનેક પુરસ્કારો મળ્યા છે. આ બધા જ પુરસ્કારોની કુલ રકમ 30 કરોડથી વધુ છે અને આ બધી રકમ પણ એને સેવાકીય પ્રવૃતિઓ માટે આપી દીધી છે.
કોટી કોટી વંદન છે આ ઓલીયા પુરુષને .................

No comments:

Post a Comment